પૃષ્ઠ:Shobhana.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪: શોભના
 


'હવે...કુમાર...પાસે' પરાશરે ધીમેથી રતનને કુમાર પાસે શીખવા સૂચના કરી - જોકે આખું વાક્ય તેનાથી બોલાયું નહિ.

'ના ના, તમારી પાસે જ શીખવું છે !’

અભ્યાસ કરાવવા ખાતર દેહ શાનો જીવતો રહે ?’ ભણેલી પ્રજા વધારે તીવ્રતાથી લડશે ! જાગ્રતિનો એક પુટ વધારે ચડશે તેમ માનસિક હિંસા ઉપર એક વધારે વળ ચડશે ! રતનને માટે જીવવું સારું લાગ્યું...પણ...કાંઈ નહિ.ભાન ભલે જતું !

દેહથી જાણે પર થઈ ગયો હોય એમ પરાશર થોડી થોડી વારે વાતોના ટુકડા સાંભળતો.

'એ બિલકુલ સહાય આપતો નથી. જીવવાની ઈચ્છા જ જાણે મરી ગઈ છે !'

કોણ એ બોલ્યું ? ડૉક્ટર કુમાર ?’ એ સાચું બોલતો હતો, નહિ ? ઝેરભર્યા જગતમાં જીવીને શું કરવું ? શોષિતો જગતમાં રહે જ નહિ એ જીવન સંકલ્પ ! પણ એ સંકલ્પ સિદ્ધ કરવા માટે શોષણને જીવતું રાખતા માર્ગ લેવાના. અર્થવાદનો વિનાશ ! ખરું. પણ એ વિનાશના માર્ગ તો પાછા એના એ જ : વેર, ઝેર, ખૂન, કતલ... એ માર્ગે અર્થવાદનો નાશ થશે ? લોહીમાં - અણુઅણુમાં ઊતરી આવતાં વેરઝેર અર્થવાદને બદલે કતલ કરવા માટે બીજો વાદ નહિ ખોળી કાઢે એમ શા ઉપરથી ?

ઘડતર પહેલું કે ઘડતરનો અણુ ? નવીન સમાજની રચનામાં શોષણ નહિ થાય, પણ એ નવીન રચના અણુશુદ્ધિ કર્યા વગર થશે ખરી ? અર્થવાદી રચના તોડ્યા પછી નવીન અણુને શુદ્ધ કરનાર કયો પ્રવાહ નવીન સમાજમાં વહેતો હશે ?...જો વેરઝેરથી નવીનતા પ્રાપ્ત કરી હશે તો ?

કોણ જીવે ?

પરાશર આળસી ગયો. જીવવા માટે પણ ઉત્સાહ જોઈએ. તેના હાથપગ ટાઢા પડવા લાગ્યા. દેહ સાથેનો સંબંધ ગ્રન્થિએ ગ્રન્થિએ છૂટવા લાગ્યો.

‘એને જીવવાનો ઉત્સાહ કોઈ આપો, નહિ તો એ મરી જશે.' કુમાર માથે હાથ દઈ બોલ્યો.

એક યુવકે ઉત્સાહ પ્રેરવા ગાવા માંડ્યું :

ઈન્કિલાબ ઝિન્દાબાદ !

પરાશરે આંખો ન ઉઘાડી. એ પોકારની પાછળના વાતાવરણે એને જીવવાની શક્તિ આપી નહિ. વેરઝેરથી ભરેલી ક્રાંતિ તેને જીવવા પાત્ર ન