પૃષ્ઠ:Shobhana.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬: શોભના
 

ભાસ્કર જાતે તેમાંથી ઊતરી શોભનાના ઘરમાં આવતો હતો !

શોભનાએ વગરકારણે પોતાની ઓરડીના બારણાની કડી ભરવી દીધી. છતાં બહારના ખંડમાં થતી વાતચીત તેના સાંભળળામાં આવી.

કનકપ્રસાદે કહ્યું :

'પધારો, સાહેબ !'

'આપે મને ઓળખ્યો નહિ હોય.' ભાસ્કરે જવાબ આપ્યો.

'ના જી, આપને મારું કામ છે ?'

'કામ તો ખાસ કાંઈ નથી, પણ હું આપને મળવા આવ્યો.'

'હું બહુ રાજી થયો. આપનો પરિચય ?'

'હું તો આપની પાસે જ શાળામાં ભણ્યો છું, હું ભાસ્કર.'

'ભાસ્કરભાઈ ! ઓ હો ! ઘણાં વર્ષ થઈ ગયાં. માફ કરજો, મેં ઓળખ્યા નહિ.' કનકપ્રસાદે કહ્યું.

શિષ્યની માફી માગતા શિક્ષકનું દૃશ્ય શોભનાને રુચ્યું નહિ. તેના પિતાની આવી નમ્રતા પ્રત્યે તેને ક્રોધ ચડ્યો. તે કપડાં પહેરી પુસ્તકો લઈ બહાર આવી.

'એમાં માફ શું કરવાનું ? મિસ શોભના ! નમસ્તે ! કેવો અણધાર્યો લાભ !' ભાસ્કરે કહ્યું.

'નમસ્તે.' કહી શોભના ઊભી રહી. ભાસ્કર પણ ઊભો જ રહ્યો. શોભના તરફથી વધારે વાત ચાલી આવશે એમ ન લાગતાં ભાસ્કરે કહ્યું:

'કાલે જ શોભનાગૌરીની મુલાકાત થઈ. આજે આમ થઈને જતો હતો. મને લાગ્યું કે હું મળી લઉં; પણ અત્યારે તો શાળા અને કૉલેજનો સમય થયો, એટલે કોઈની વાતચીતનો લાભ નહિ મળે.'

'આપ ખુશીથી બેસો, મારી મા ઘરમાં જ છે. હું બોલાવું ?' શોભનાએ કહ્યું.

'હા હા, જા કહે અંદર.' કનકપ્રસાદે સંમતિ આપી.

'નહિ જી, હું ફરી આવીશ. ચાલો હું આપને મારી કારમાં પહોંચાડી આવું.' ભાસ્કરે કહ્યું.

'એવી તકલીફ ન લેશો.' કનકપ્રસાદે કહ્યું.

'એમાં મને શી તકલીફ પડવાની છે ? કારને જવું છે. એને ક્યાં થાક લાગવાનો છે ?'

કનકપ્રસાદની ના કહેવાની શક્તિ જતી રહી હતી. અનેક મહત્ત્વાકાંક્ષાઓથી શરૂ થયેલી તેમની જિંદગી શિક્ષણના શુષ્ક રણમાં