પૃષ્ઠ:Shobhana.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૩૩
 


શોભનાનો આનંદ એટલા પૂરતો ઓછો થયો. પુરુષોની સરખામણીમાં પોતે આગળ મુકાય એવી તેની તીવ્ર ઈચ્છા સફળ થઈ નહિ, છતાં સેંકડો પુરુષ વિદ્યાર્થીઓને તે પાછળ મૂકી શકી હતી એટલું તો તેના મનને લાગ્યું.

વળી મુબારકબાદીનાં તાર અને અભિનંદન આપતા મિત્રો અને સ્નેહીઓએ તેના મનની પ્રફુલ્લતાને વિકસાવી, ભણવાનું ભારણ ઓછું થયું એ પણ એક પ્રફુલ્લતા વધારનારું તત્ત્વ ગણી શકાય. માતાપિતાને ગર્વભરી લાગણી થાય એ સ્વાભાવિક હતું. પિતાનું આર્થિક ભારણ શોભના હવે ઓછું કરી શકશે, એમ શોભનાની ખાતરી થઈ, અને તેને માટે શું કરવું તેની યોજના પણ તેણે ગોઠવવા માંડી.

અભિનંદન આપવા આવનાર સહુને અલ્પાહાર તો કરાવવો જ પડે. આજે ચંચળની મહેનત વધી ગઈ હતી: તેનું બાળક તેની સાથે જ લાવવું પડ્યું હતું. સહિયરોની મોટે ઘાંટે થતી વાતચીત અને ઘર હાલી જાય એવા હાસ્યમાં એ બાળકનું આછું રુદન ચંચળ સિવાય કોઈના સાંભળવામાં આવતું નહિ. કદાચ સંભળાય તો તે અણગમો પણ ઉપજાવતું હતું.

'કોણ છોકરું તારા ઘરમાં રડે છે ?' તારિકાએ એક વખત કંટાળીને પૂછ્યું.

'નોકરનું છોકરું છે.' શોભનાએ કહ્યું.

'એ બાઈ વળી અહીં ક્યાં કકળાટ દાખલ કરે છે !' રંભા બોલી.

'અરે ચંચળ ! તારા છોકરાને છાનો રાખ અગર ઘેર મૂકી આવ.' જયાગૌરીને પણ નોકરનું રડતું બાળક ગમ્યું નહિ, એટલે તેમણે જ દૂરથી બૂમ પાડી.

કેટલાક પુરુષ વિદ્યાર્થીઓ પણ અભિનંદન આપવા આવતા હતા. કોઈએ પાંચ ક્ષણ શોભનાની સાથે વાત કરી હોય કે કોઈએ એકાદ ચોપડી માગી હોય, કોઈએ વરસાદ પડતાં છત્રી આપી હોય કે કોઈએ એકાંત મળતાં ચા પીવાનું આમંત્રણ આપ્યું હોય એ સર્વને આજે અભિનંદન આપવાની તક મળી. શોભનાથી અભિનંદનની ના પડાય એમ હતું જ નહિ, કૉલેજમાં ન વધેલો પરિચય હવે વધી શકશે એ ધારણા પણ કેટલાક વિદ્યાર્થીઓ સેવી રહ્યા હતા.

એક જ વિચાર શોભનાને આવ્યા કરતો હતો ભાસ્કર કેમ ન આવી શકે ? આવે નહિ તો પત્ર મોકલીને પણ અભિનંદન પાઠવે. ત્રણ માસથી તે દેખાયો ન હતો. અને દેખાયો હોય તોપણ તેણે શોભના સાથે આંખ પણ