પૃષ્ઠ:Shobhana.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૪૧
 

બારણું બંધ કરવા પાછળ આવેલી શોભનાને કહ્યું.

'ગુડ નાઈટ.'

'ગુડ નાઈટ.' શોભનાએ જવાબ આપી ભાસ્કરની સામે જોયું.

'શેક હેન્ડઝ.'*[૧] કરો.ભાસ્કરે ધીમેથી કહ્યું અને પોતાનો હાથ આગળ ધર્યો.

શોભનાનો હાથ પણ લંબાયો અને બન્નેના હસ્ત ભેગા મળ્યા. એ હાથ કેટલી વાર ભેગા રહ્યા તેની ભાસ્કરને ખબર ન રહી. માત્ર શોભનાના ધીમા ઉચ્ચારણે તેને જાગ્રત કર્યો.

'પણ હું પરણેલી છું.' શોભનાએ ભાસ્કર સાંભળે એમ કહ્યું ભાસ્કરે

એકાએક શોભનાનો હાથ છોડી દીધો.


  1. * હસ્તધૂનન