પૃષ્ઠ:Shobhana.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪: શોભના
 


‘રાત્રે જોયેલું ઘર સાંભરશે ખરું ?' તારિકાએ પૂછ્યું. અણગમાનો આ પ્રથમ પડઘો સાંભળી પરાશરે સ્મિત કર્યું.

‘શૉફરને તો ખબર હશે. ભાસ્કરની ગાડી કાલે આપણા જ કામમાં રોકાવાની છે.’ રંભાએ કહ્યું.

શૉફર પરાશરનો નિવાસ જાણતો જ હતો. તેણે ગાડી અટકાવી દીધી. અંધારી ગલી પાસે તે ઊતર્યો.

‘અહીં રહો છો ? રંભાએ પૂછ્યું.

‘હા.’ પરાશરે કહ્યું અને તે નીચે ઊતરી ગયો. તેણે કોઈને નમસ્કાર પણ ન કર્યા, અને આવજો. કહેવાનો વિવેક પણ ન કર્યો. સીધો તે અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.