પૃષ્ઠ:Shobhana.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૭૩
 


ગુલામી ભોગવતું માનસ કદાચ સ્વતંત્ર પ્રેમમાં બેડીની એકાદ કડી તૂટ્યાનો અનુભવ પણ કરતું હોય, નહિ ?

કે પછી સાચા, સમાજ કે પ્રણાલિકાને તોડવા મથતા પ્રેમનું એ મુક્ત ઉડ્ડયન - કે ઉડ્ડયનની પ્રાથમિક અપક્વ ભૂમિકા તો એ ન હોય ?

હુલ્લડ વધતું હતું. પોલીસની સિસોટીઓ વાગતી હતી. ક્વચિત્ બંદૂકના બાર પણ સંભળાતા હતા.