પૃષ્ઠ:Shobhana.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૭૭
 


‘તમારી ગર્લ્સગાઈડ અને વ્યાયામવીરાંગનાઓ આ હુલ્લડો ન અટકાવે ?’ પરાશરે આંખ ઉઘાડતી રંભાને પૂછ્યું.

‘બિચારી છોકરીઓ તે શું કરે ?'

યુરોપમાં તો સ્ત્રીઓએ સૈન્યમાં જોડાવાનું શરૂ કરી દીધું છે. આપણે ત્યાં શાંતિના સૈન્યમાં તો તમે દાખલ થાઓ ?’

‘બૈરાં તો સારવાર કરે, આવા તોફાનમાં તેમનાથી કેમ ઊભાં રહેવાય ?’

‘આજ બપોરે જ તમે સામે મુખે ગોળીઓ ઝીલવાનું કશું ગીત બોલતાં હતાં ને ?’

‘તમે સાથે હો તો હું આવું.’

‘શરૂઆત એમ કરીએ. આપણે બંને આજે નિશ્ચય કરીએ કે જ્યાં જ્યાં કોમી રમખાણ ત્યાં ત્યાં આપણી હાજરી.’

‘મારે કબૂલ છે.’

પરાશરના હૃદયમાં આશાનો ઉત્સાહ એકાએક ઊભરાયો. એક અભણ યુવતી તેની પાસે ભણવાને તૈયાર બની હતી; એક સંસ્કારી યુવતી અજ્ઞાનનાં જીવલેણ પરિણામ અટકાવવા તેને સાથ આપતી હતી. કહો ને કે સાથ આપી ચૂકી હતી !

‘એક વર્ષ સુધીની શર્ત ?' પરાશરે પૂછ્યું.

‘જીવનભરની.'

‘ખરું કહો છો ?’

‘મારો કૉલ આપું.' - કહી રંભાએ પરાશરનો હાથ સહજ ખેંચી તેમાં પોતાનો હાથ મૂકી દીધો.

પૂરાશરના દેહમાં વીજળી ઝબકી ગઈ. સ્ત્રીપુરુષના સ્પર્શમાં સ્વાભાવિકતા લાવી વિકારને દૂર કરવાની ટેવ દેહને પાડવી જોઈએ એવી માન્યતા ધરાવતા પરાશરને લાગ્યું કે હજી સ્પર્શની સ્વાભાવિકતા તે પોતાના દેહ માટે લાવી શક્યો ન હતો. વિકાર એ એથી એક ડગલું આગળ જ ઊભો રહેતો હતો.

પરંતુ જાતીય વિકારને વશ જ ન થવું એવો નિશ્ચય કરીને પરાશર તેના વિચિત્ર કાર્યમાં જોડાયો હતો. સમાજ હજી જૂની નીતિને જ ઓળખે છે. જૂની નીતિનાં જ ધોરણે તે કાર્યકતાઓનાં મૂલ્ય મૂલવે છે. શિક્ષિતવર્ગ પણ નવીન નીતિના મર્યાદાવિસ્તારને વધારતો હોવા છતાં બીજાઓને માટે વ્યક્તિગત જૂનાં ધોરણો જ માગે છે. પરાશરના નવીનતાભર્યા સુધારણાના