પૃષ્ઠ:Shobhana.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રતન પોતાની ઓરડીમાંથી તે જ ક્ષણે બહાર નીકળી. પરાશરની ઓરડીના બારણા આગળથી એક યુવતીને તેણે પાછી ફરતી જોઈ.

‘સારું થયું. કાંઈ કરવું નહિ ને નકામો જીવ ખાવો. ક્યારની ખસતી ન હતી !' રતન આગળ આવતાં મનમાં જ બોલી રહી.

પાછી જતી યુવતીને નિહાળતાં અંધારામાં પણ એને લાગ્યું કે પહેલી આવેલી યુવતી આ ન હોય.

‘કોનું કામ છે, બહેન ?’ રતને પૂછ્યું.

‘કોઈનું નહિ.' યુવતીએ જવાબ આપ્યો.

‘કામ વગર તે કોઈ આ અમારી ચાલીમાં આવે ?’

‘હું પરાશરને મળવા આવી હતી.'

‘મળી લીધું ?’

‘ના; મળવું નથી.’

‘કેમ ?'

"મારી મરજી.'

રતનને કહેવાનું મન તો થયું :

‘ઓ હો ! આ બાઈનો મિજાજ તો જુઓ !’

પરંતુ તેમ કહેવાને બદલે તેણે પૂછ્યું :

'તમારું નામ?"

‘મારું નામ શોભના. પણ તેનું તારે શું કામ છે ?'

‘કામ તો શું હોય ? અને હોય તોયે તમારા જેવાં અમારું કામ કરેયે શેનાં ?"

શોભના આ કટાક્ષ સાંભળી ઘડીભર ઊભી રહી, અને પછી ત્યાંથી ચાલી નીકળી. રતન તેને જોઈ રહી. ભણેલી, સ્વચ્છ, ચબરાક, ચતુર, આકર્ષક યુવતીઓ તેણે કદી કદી જોઈ હતી.

એવી યુવતીઓ એકલા સાહેબોની મડમો જ હોતી નથી, મોટરમાંથી ઊતરતી શેઠની વહુદીકરીઓ પણ એવી હોય છે. ભણવા જતી કહેવાતી છોકરીઓ પણ એવી જ દેખાય છે. એવી યુવતીઓ મોટરબસમાં પણ બેસી જતી હોય છે, અને ચંપલ પહેરીને પગે પણ ચાલતી હોય છે. એ રતનની