પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.Sidhraj Jaysinh Novel - Pic 42.png
યાહોમ કરીને પડો
 

વાદળથી વાતો કરતો ધારાનગરીનો કિલ્લો !

ગુજરાતની સેના એને ઘેરો ઘાલીને પડી હતી. દિવસોના દિવસો વીતી ગયા; મહિના પર મહિના પસાર થઈ ગયા: ને હવે માળાના મણકાની જેમ વરસો પણ વીતતાં હતાં : એક, બે, ત્રણ, ચાર - અરે, ચોથું પણ પૂરું થયું ને પાંચમું બેઠું !

ગુર્જર યોદ્ધાઓ અણનમ હતા, તો માલવ યોદ્ધાઓ અજેય હતા. એક એકથી ચઢે : ઊતરે એવા કોઈ નહોતા !

ગુજરાતની સેનાએ ભયંકર હલ્લાઓ કર્યા, પણ કિલ્લાની કાંકરી પણ ખરતી નહોતી !

આ યુદ્ધમાં ગુજરાતના ભીલો, રબારીઓ અને બીજા લોકો પણ જોડાયા હતા.*[૧] બાબરાએ રસ્તા કર્યા હતા, કિલ્લા બાંધ્યા હતા, વાવ-કૂવા ગળાવ્યાં હતાં. અન્નનો તો ક્યાંય તૂટો જ ન હતો. આઠ-આઠ ગાઉની રોજ મજલ કાપીને


  1. *અલાઉદ્દીનના જમાનામાં પણ ગુજરાતી રબારીઓ ને ભીલો ઠેઠ ખુશરૂખાન ગુજરાતીની મદદે દિલ્હી સુધી લડવા ગયા હતા.
૮૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ