પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાતરાણી આવી. એણે પણ રણમેદાનમાં સાચા તારાની શોધ કરવા માંડી, ને એના નામ પર નવલખ તારાનાં ફૂલ મૂકવા માંડ્યાં !

આખરે આકાશ ગુર્જરપતિની જયથી ગાજી ઊઠ્યું; ગુજરાતી સેનાનો વિજય થયો.

રાજા યશોવર્માએ ખાંડાના અજબ ખેલ બતાવ્યા. એની બહાદુરીએ ભલભલાના ગર્વનું પાણી કરી નાખ્યું. પણ આખરે માલવપતિ ઘેરાઈ ગયો, જખમી થયો અને પકડાયો.

એ કેદ થયો ને યુદ્ધ પૂરું થયું !

સીપ્રા નદીના કંઠા પર એ દિવસે સૂર્ય આથમ્યો ને મંદિરોમાં આરતી થઈ ત્યારે 'અવંતીનાથ સિદ્ધરાજની જય' ના નાદોથી ચારે દિશાઓ ગુંજી રહી હતી.

૯૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ