પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદલ ઈન્સાફ
 

ત્રીજે દિવસે પાટણનો દરબાર ભરાયો.

દેશડાહ્યા દીવાનો આવીને ગોઠવાઈ ગયા.

સમશેરબહાદુર સામંતોએ આવીને પોતાનાં આસન લીધાં. જગત-ભરમાં જેનો વેપાર ચાલે છે, ને જેનું વહાણવટું ચાલે છે, એવા ગુજરાતના કોટિધ્વજો આવીને યોગ્ય સ્થાને બેસી ગયા.

ત્રણ દિવસે ગુર્જરેશ્વર આજ દરબારમાં આવતા હતા. થોડી વારમાં નેકી પોકારાઈ.

આજાનબાહુ મહારાજા સિદ્ધરાજ સામેથી આવતા દેખાયા. એમના મોં પર સિંહનું તેજ હતું, ચાલમાં હાથીનું ગૌરવ હતું. મલ્લવિદ્યાના આ ઉપાસકનો દેહ પૂરેપૂરો કસાયેલો હતો.

'ઘણી ખમ્મા મહારાજને !' કહીને આખો દરબાર ઊભો થઈ ગયો.

રાજાએ આવીને સિંહાસન પર સ્થાન લીધું. થોડી વાર આડીઅવળી વાતચીત કરી મંત્રીને કહ્યુ઼ં : 'કંઈ નવાજૂની ? કોઈ સુખી-દુ:ખી ?

૧૩૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ