પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પાટણનું પાણી હરામ
 

સરસ્વતી તો એની એ વહે છે; કાંઠા એના એ છે; પણ ગામ એ રાતમાં ટીંબો થઈ ગયું !

રજપૂત, બ્રાહ્મણ ને વાણિયા રાતા પાણીએ રોઈ રહ્યા છે !

ગામમાં કાગડા કળેળાટ કરે છે.

મસાણમાં મડદું પડ્યું હોય ને ડાઘુ બેઠા હોય, એવો દેખાવ છે !

એવે ટાણે ત્યાંથી એક સવારી નીકળી.

ભારે અરબી ઘોડા ! ઊંચી કાઠિયાવાડી ઘોડીઓ ! સોનાની મૂઠવાળી તલવાર ! ગંગા-જમની હોકા !

ભાટ-ચારણો લલકરે છે : 'બઢે જાઓ મહારાજાધિરાજ ! ઘણી ખમ્મા પાટણના નાથને !'

સવારીની આગળ એક કુંવર છે.

કલૈયો કુંવર છે. સહેજ શ્યામવર્ણો છે, પણ ભગવાને નવરાશે ઘડ્યો હોય તેવો ઘાટ છે !

પાટણનું પાણી હરામ ᠅ ૯