પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
Sidhraj Jaysinh Novel - Pic 57.png
મેંદી રંગ લાગ્યો
 

દડમજલ કૂચ ચાલે છે. રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેનું મંડળ પાટણ તરફ આવી રહ્યું છે.

દુર્લભ સરોવરની પાળે પાટણ વસ્યું છે.

પટણીઓની મૂછે લીંબુ લટકે છે.

પાટણની સુંદરીઓ ગુજરાતમાં જાણીતી છે. ગાવામાં એવી, દેખાવમાં એવી, આચારમાં એવી, વિચારમાં એવી.

પાટણની શોભા પણ એવી છે.

નગરને ફરતો કોટ છે. લોકો કહે છે કે એવો મજબૂત છે, કે કલિયુગ પણ અંદર આવી શક્યો નથી ! એટલે લોકે સાચા બોલા છે, પરગજુ છે, પરામી છે, સ્ત્રીઓ શીલવંત છે.

ગઢની ચારે ફરતી સુંદર વૃક્ષોની વરમાળા છે. એને ફરતી ઊંડી ખાઈ છે.

એ પછી નવ્યા ને ગવ્યા નદી માતા સરસ્વતી છે !

ગવ્યા એટલે ગાયોને અનુકુળ : ઘાસચારાવાળી,

પાટણનું પાણી હરામ ᠅ ૧૯