પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


છે કે આબુની ગાળીમાં વાઘને મારવા તું પાછળ પગપાળો ગયેલો. મેં તને વારેલો. આજ તેં એથીય વધુ મોટું પરાક્રમ કર્યું ! આવાં જશનાં કામ કરો અને જુગ જુગ જીવો, બેટા !'

ને પ્રજાએ પણ જયના પોકારથી આભ ગજાવી દીધું.

બાબરો ભૂત એક્લો ઊભો-ઊભો આ બધું જોતો હતો. સિદ્ધરાજે એને ઇશારતથી પાસે બોલાવ્યો, માતાને નમસ્કાર કરવા કહ્યું.

બાબરાએ હાથી પાસે જઈ છલાંગ દીધી : એક છલાંગે ઉપર !

લોકોને વહેમ પેઠો, રખેને હુમલો કરે ! આખરે તો જંગલી માણસ ને ! એનો ભરોસો શો ?

પણ બાબરો રાજમાતાના પગમાં પડ્યો, પ્રણામ કર્યા, ને બીજી છલાંગે નીચે.

મીનલદેવી બોલ્યાં : 'રામને હનુમાન હતા, એવો સિદ્ધરાજનો સેવક થજે !'

સિદ્ધરાજે કહ્યું : 'મા ! એ મારો સેવક નથી, મારો મિત્ર છે !'

'બેટા ! સાચો સેવક સાચો મિત્ર જ છે !'

બંબભાટથી નહિ રહેવાયું. એ જોરથી બોલ્યો : 'વાહ, મેંદી રંગ લાગ્યો ! વાહ અણહિલવાડના રંગ ! વાહ સિદ્ધરાજ જયસંગ !'

એ દાડે પાટણમાં વગર દિવાળીએ દિવાળી ઊજવાઈ.

૨૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ