પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Sidhraj Jaysinh Novel - Pic 53.png
મામો માર્યો
 

રાજા સિદ્ધરાજ તો રાજકાજમાં પડી ગયા છે : ખાવું પછી, પીવું પછી, પહેલું રાજકાજ.

આજ હાથીઓની સેનાની પરીક્ષા લે છે; કાલે અશ્વસેનાની ખબર લે છે; આજ ખજાનો તપાસે છે, તો કાલે કચેરીમાં ફરે છે !

દિવસે આરામનું નામ લેતા નથી. રાતેય અડધી રાત પહેલાં ઊંઘવું હરામ !

મહામંત્રી સાંતૂ સામે બેઠા છે. બાપદાદાના વારાના મંત્રી છે. ભારે વિશ્વાસુ છે. એમના વચન પર ફૂલ મુકાય છે. મહામંત્રી વિક્રમચરિત્ર વાંચે છે. વાંચતા વાંચતાં ડોલે છે.

રાજા કહે છે : 'મંત્રીરાજ ! રાજા તો વિક્રમ થયો, બાકી બધી વાતો.'

સાંતૂ મંત્રી કહે : 'લોકો આપને વિક્રમનો નવો અવતાર માને છે.'

સિદ્ધરાજે કંઈ જવાબ ન આપ્યો. થોડી વાર એ વિચારમાં બેસી રહ્યો : પછી બોલ્યો :

મામો માર્યો ᠅ ૨૯