પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Sidhraj Jaysinh Novel - Pic 51.png
ખેંગારે નાક કાપ્યું
 

રડીબામ ! રડીબામ !

પાટણની પોળે પોળે બૂંગિયો વાગી રહ્યો. ચોકીદારો દોડાદોડ કરતા હોકારા-પડકારા કરવા લાગ્યા.

દરવાનો ભાલા લઈને દોડ્યા. શૂરા પટણીઓ સમશેર તાણીને ધાયા. શૈવ, જૈન કે ક્ષત્રિય બધા એ વખતે તલવાર બાંધી જાણતા ને રણના ખેલ ખેલી જાણતા.

ઓ જાય ! ઓ જાય ! ઓ ભાગ્યો જાય !

લોકો ઘોડા પર પવનવેગે જતા અસવારો તરફ આંગળી ચીંધતા હતા. ભાગનારા અસલી પાણીપંથી કાઠિયાવાડી ઘોડીઓ પર હતા.

કેટલાક જોદ્ધાઓ ઘોડાસરમાં દોડ્યા. એમણે જાણીતા અરબી ઘોડાઓ કાઢ્યા, સામાન નાખ્યો ન નાખ્યો ને મૂક્યા વહેતા !

પાટણનો રાજા સિદ્ધરાજ આ વખતે કચેરી ભરીને બેઠો છે. ઇંદ્રરાજાના દરબાર જેવી એના દરબારની શોભા છે. એકને જોઈએ અને એકને ભૂલીએ

૩૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ