પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


લોકો બાબરા ભૂતના ચમત્કારની વાતો કરતા; એની સિદ્ધિની ચર્ચા કરતા.

એક સારા દિવસે સિદ્ધરાજે ભગવાન શંકરના મંદિરમાં દર્શન કર્યા.

રાજમાતા મીનળદેવીના પાય પૂજી આશિષ માગી.

પછી બ્રાહ્મણોના જપમંત્રો સાંભળ્યા, અને પોતાની ગજસેના હાંકી.

પાછળ ઘોડેસવારો, એ પછી પગપાળા ચાલતા સૈનિકો નીકળ્યા. આખા નગરમાં યુદ્ધના ઉત્સવ જેવું થઈ ગયું.

દડમજલ ચાલતા લશ્કરે વઢવાણના કિલ્લામાં મુકામ કર્યો.


ખેંગારે નાક કાપ્યું ᠅ ૪૫