પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Sidhraj Jaysinh Novel - Pic 49.png
દારૂએ દાટ વાળ્યો
 

ગુજરાતની પહેલી રાજધાની ગિરિનગર.

એ આજનું જૂનાગઢ.

જૂનાગઢમાં રા'ખેંગારનું રાજ.

રા'ખેંગાર શૂરવીરતાનો અવતાર. એની સેના ભારે જબ્બર; અને એથીયે જબ્બર એનો ગઢ ગિરનાર.

ગિરનાર જે રક્ષા કરે, એ કોઈ ન કરે !

ગિરનાર પર બધાને ગર્વ. અહીંના સોરઠિયા યોદ્ધા પર સહુને ગર્વ. અહીંની માણકી અને તાજણ ઘોડીઓ પર સહુને ગર્વ.

'સિંહ તો સોરઠના ! જયસિંહ તો ગુજરાતનું ગીધડું !'

ભાટ-ચારણોએ ગીત ઉપાડ્યાં !

'ગુજરાતની રાણી સોરઠમાં !દક્ષિણની મીનલદેવી હવે ગુજરાત પણ સોરઠને કાંચળીમાં આપી દેશે.' બંદીજનો કહેવા લાગ્યા.

૪૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ