પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Sidhraj Jaysinh Novel - Pic 48.png
પાણી એ જ પરમેશ્વર
 

પનઘટનો આરો હતો.

નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી.

પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું.

પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; ઘડા સાથે જઈ પડ્યું ફૂવામાં.

પનિહારી તો રડવા બેઠી ! રોવે, રોવે તે કંઈ રોવે !

બીજી પનિહારીએ પૂછ્યું :

'બહેન ! આટલું રોવે ? ઘડાની ચિંતા ન કરીશ. આ તો પાટણની માટીનો ઘડો. તાંબા-પિત્તળના ઘડાને ઘોબો પડે, પણ આને કંઈ નહિ થાય !'

'બહેન ! ઘડાને રોતી નથી.' પનિહારી બોલી, 'ઘેર બધાં પાણીની રાહ જોઈને બેઠા હશે. સાસુ મને કંઈનું કંઈ સંભળાવશે મારો ધણી લાકડી લઈને ઊભો હશે. અરેરે ! મેં મારી માને કહ્યું હતું કે મને બીજે દેજો, પણ પાટણ કે

પાણી એ જ પરમેશ્વર ᠅ ૫૩