પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


'વત્સ ! સદા આવી રીતે લોકકલ્યાણનાં કામને જલદીનાં કામ સમજીને કરજે. ચાલ, હવે જમી લે !'

ભલભલા વૃદ્ધ મુત્સદ્દીઓને અને પરાક્રમી સરદારોને ઝાંખો પાડતો સિદ્ધરાજ માની આંગળીએ વળગી ભોજન માટે ચાલ્યો ગયો !

સાંજે પાટણની શેરીઓમાં ઢંઢેરો પિટાવ્યો હતો કે,

'સધરો જેસંગ સમસ્ત પ્રજાને સૂચવે છે,

'જે ઝાડ વાવશે અને પાંચ વર્ષનું કરી રાજને સોંપશે, એને રાજ ઇનામ આપશે.

'જે વાડી કરશે, અને હરિયાળી ઉગાડશે, એનું મહેસૂલ માફ કરશે.

'જે કૂવો ખોદાવશે, ને અઢારે આલમને સોંપશે, એને ખિતાબ અને જમીન મળશે.

'જે વાવ ગળાવશે ને સરાઈ બાંધશે, એને દરબારમાં આસન મળશે.

'જે મહાજન પોતાના ગામનું પાણીનું દુ:ખ ટાળશે એને પાઘડી મળશે.'

'મહારાજ સિદ્ધરાજનો આ ઢંઢેરો ગાજતો થયો.

લોકોમાં જાણે નવજીવનનો સંચાર થવા લાગ્યો.

પાણી એ જ પરમેશ્વર ᠅ ૫૯