પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.Sidhraj Jaysinh Novel - Pic 45.png
વગર તલવારે ઘા
 

સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી !

હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવસેવા થાય છે, ત્યાં સમાચાર આવ્યા .

પાટણનો દૂત પવનવેગી સાંઢણી પર ચઢીને આવ્યો; સમાચાર લાવ્યો.

સમાચાર તે કેવા ?

અંગારાની પથારી પર પગ મુકાઈ જાય, અને માણસ ચીસ પાડી ઊઠે એવા !

સિદ્ધરાજ ત્રિવેણીમાં નાહતો હતો, એ ત્યાં જ ઊભો રહી ગયો. એના અંગઅંગમાં જાણે લાય લાગી. ત્રિવેણીનાં પાણી પણ એ લાય શાંત ન કરી શક્યાં !

ચંદનનાં કચોળાં એમ ને એમ રહી ગયાં !

પુરોહિતો આશિષવચન બોલતા હતા. રાજાએ તેઓને ચૂપ રહેવા ઇશારો કર્યો.

વગર તલવારે ઘા ᠅ ૭૧