પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'સંસારમાં મારે બે પૂજનીય છે : એક સોમેશ્વરદેવ, અને બીજાં માતા મીનલદેવી ! બંનેની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું, મારા દેશનું અપમાન કરનાર રાજાની ચામડી ઉતરડી એનું મ્યાન બનાવીશ, ત્યારે જ આ ખુલ્લી તલવાર મ્યાન કરીશ !'

સભા પ્રતિજ્ઞા સાંભળી નાચી ઊઠી. સભાજનો રાજાનો જય બોલાવવા જતા હતા, ત્યાં સિદ્ધરાજનો અવાજ આવ્યો :

'આ યુદ્ધમા આગેવાની હું લઈશ. મારી સાથે મહામંત્રી મુંજાલ, મહામંત્રી કેશવ અને મહામંત્રી મહાદેવ રહેશે. અને બર્બરક....'

જેનાં નામ લીધાં તે બધા ઊભા થઈને હાથ જોડી રહ્યા.

બર્બરક ઊભો થયો, પણ આગળ ન આવ્યો : પાછળથી બોલ્યો :

'માળવા સુધીનો માર્ગ તૈયાર કરવાનું કામ મારું. વચ્ચે-વચ્ચેના દુર્ગ, વાવ ને તળાવો જોતજોતામાં તૈયાર થઈ જશે !'

'અને મહારાજ જયસિંહદેવ ! મને શી સજા ?' મહાઅમાત્ય સાંતૂ ઊભા થઈને માથું નીચું ઢાળીને બોલ્યા.

સિદ્ધરાજ પોતાના વફાદાર મંત્રીની આ નમ્રતા જોઈ ઢીલો પડી ગયો. એ આગળ વધ્યો ને ભેટી પડ્યો.

‘તમે પાટણને આજ સુધી જાળવ્યું છે અને હવે પણ જાળવજો ! વૃદ્ધ છો, વડીલ છો ! છોરું-ક્છોરું...'

સાંતૂમંત્રી*[૧] રાજાની ઉદારતા જોઈ ગળગળા થઈ ગયા. એ બોલ્યા : 'ગમે


  1. *મહાઅમાત્ય સાંતુ વડોદરાના વતની હતા. રાજકાજમાં ભારે નિપુણ હતા. પ્રસિદ્ધ મંત્રી યૌગંધરાયણથી પણ ચઢિયાતા મનાતા. એમના મંદિરમાં પ્રસિદ્ધ કવિ બિલ્હણે રચેલું 'કર્ણસુંદરી' નાટક ભજવાયું હતું. ગુજરાતના રાજાનો કર્ણાટક સાથે વિવાહ સંબંધ કરાવી, બંનેનો રાજદ્વારી સંબંધ ગાઢ કરવાની નીતિ આ મંત્રીની. ગિજનીના સુલતાન સામે પણ સિંધુ નદી પર લશ્કર મોકલેલું.
    - રત્નમણિરાવ
     

    શ્રી. મુનશીએ કર્ણ રાજા અને મીનલ વચ્ચે સુમેળ કરનાર તરીકે મુંજાલનું નામ આપ્યું છે, પણ ઈતિહાસની રીતે એ સાંતુ છે.

૭૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ