લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોમાંચની લાલસાઃ ૧૧૯
 

તેની ઈચ્છા ન હોય એમ તે બોલ્યા વગર જ ચાલતો હતો !

‘કેમ કાંઈ બોલ્યો નહિ. સુરેન્દ્ર ?’ લળીને ડોકું ઢાળી મીનાક્ષીએ પૂછ્યું.

‘તું જ કહે ને ?’

‘ના ભાઈ !… મારું તો કાળજું હાલી જાય છે, એ વાત સંભારતાં… હું કાંઈ ન કરું…’ મીનાક્ષીએ વધારે પડતો સ્ત્રીભાવ દર્શાવ્યો. અને કોઈ રોમાંચક કથાની નાયિકા પોતે હોય એમ પોતાની કથા સાંભળવા તેણે આતુર મન કર્યું.