પૃષ્ઠ:Snehashristi.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
 
રાજકુમારીની વાર્તા
 

પરંતુ કોણ જાણે કેમ મધુકરે જ્યોત્સ્નાનો સ્પર્શ કરવાનો વિચાર એકાએક માંડી વાળ્યો. જોકે તેને એમ લાગ્યું ખરું કે તેના સરખા પ્રેમીએ અહીં જ્યોત્સ્નાનો સ્પર્શ ન કરવામાં ભૂલ કરી ખરી ! કદાચ એ ભૂલ ન પણ હોય. સંયમ અને સંકોચ કદી પ્રેમની પવનપાવડી પણ બની શકે ! થોડીક ક્ષણો બાદ જ્યોત્સ્નાએ પાછળ જોયું. તે જાણતી જ હતી કે મધુકર તેની પાછળ ઊભો છે, છતાં તેણે પ્રશ્ન કર્યો :

‘હજી તું અહીં છે શું મધુકર ?’

‘હા, તું આજ્ઞા ન આપે ત્યાં સુધી મારાથી કેમ જવાય ?’ મધુકરે હસીને કહ્યું.

‘તો આપ પધારી શકો છો હવે.’ જ્યોત્સ્નાએ સામેથી હસીને કહ્યું.

‘પરંતુ ફરી પાછા ફરવાની આશાએ હું જાઉં છું.’

‘ “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.” હું જાણું છું, તું પાછો આવ્યા વિના રહેવાનો નથી.... અને તું નહિ આવે તો હું તને જરૂર બોલાવીશ. બસ ?’ જ્યોત્સ્નાએ સુપ્રસિદ્ધ ગઝલની સાથે પોતાનો જવાબ આપ્યો. અને મધુકર બારણા બહાર નીકળી ગયો. ત્યાંથી પણ તેણે પાછળ ફરી જ્યોત્સ્ના તરફ એક સ્મિત ફેંક્યું અને જ્યોત્સ્નાએ જ પોતાના ખંડનું બારણું બંધ કર્યું.

જ્યોત્સ્ના એકલી પડી અને તેણે પોતાના મેજ ઉપર એક નાનકડી પડેલી ચિઠ્ઠી જોઈ. સુરેન્દ્રના એ અક્ષર હતા. ચિઠ્ઠી વાંચી અને જ્યોત્સ્ના સહજ હસી. એ ચિઠ્ઠી એણે આજ બીજી વાર વાંચી શું ?... હવે એ ચિઠ્ઠી વાંચીને એણે ફાડી નાખી. તે પુસ્તક લઈ વાંચવા બેઠી. પુસ્તકને એણે વાંચતાં વાંચતાં પાછું ફેંકી દીધું, અને તેણે કોઈ નકશો જોવા માંડ્યો. પછી તો જમવાનો સમય થયો. કૉલેજમાં એ જઈ આવી અને બપોર વીતતાં પાછી આવી પોતાના ખંડમાં બેસી ગઈ. તેણે પોતાની ઘડિયાળ સામે થોડી વારે જોયું અને તે એકાએક ઊભી થઈ. પછી અભ્યાસખંડમાં આયાના સામે ઊભી રહી તેણે પોતાના વાળ સમાર્યાં, આછું આછું ગીત ગાયું અને ગીત ગાવું અને ગીત