પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૫
 
સરળ બનતો માર્ગ
 


બોલી રહેલી જ્યોત્સ્ના ક્ષણભર સુરેન્દ્ર સામે જોઈ રહી. સુરેન્દ્ર પણ જ્યોત્સ્ના સામે જોઈ રહ્યો અને ફરી બારણે ટકોરા પડ્યા.

‘કોણ, મધુકર ? આવ ને અંદર ! શાનો ખોટાં બારણાં ખખડાવે છે ?’ જ્યોત્સ્નાએ જરા રીસપૂર્વક કહ્યું અને મધુકર બારણું ઉઘાડી ખંડમાં આવ્યો. એને જ્યોત્સ્નાના મુખ ઉપરથી જ લાગ્યું કે જ્યોત્સ્ના અને સુરેન્દ્રની વચ્ચે કાંઈ ચકમક ઝરી ચૂકી હોવી જોઈએ. મધુકરની યોજના સરળ થતી હતી એમ લાગતાં મધુકરે પૂછ્યું :

‘પછી… આજનો અભ્યાસ પૂરો થયો ને ? આજ જરા વહેલાં નીકળીએ, નહિ ?’

‘સુરેન્દ્ર સાથેનો મારો અભ્યાસ જ આજથી પૂરો થાય છે.’ જ્યોત્સ્નાએ કહ્યું. એના કથનમાં રોષની સહજ ઝાંખી થતી હતી ખરી, એમ મધુકરને લાગ્યું.

‘સુરેન્દ્રનું શિક્ષણ ન ફાવ્યું શું ?’

‘ના, ન ફાવ્યું. એને જે શિક્ષણ આપવું છે તે મારે લેવું નથી.’

‘તો. સુરેન્દ્ર ! તારી સેવાભાવના, તારો સામ્યવાદ, ધનિકો સામેનું વેર, એ બધું ઓછું કરી નાખ ને ? અભ્યાસમાં અંગત બાબતો ન જ લાવતો.’ મધુકરે સુરેન્દ્રને ઠપકો આપ્યો.

‘તને કદાચ ખબર નહિ હોય, પરંતુ અભ્યાસમાં એ ચર્ચા હું કદી કરતો જ નથી… અને ધનિકો સામે વેર ? મને કોઈની સામે વેર છે જ નહિ. ધનિકો પણ પોતાની ધારણાથી ધનિક થતા હોય એવા બહુ ઓછા છે.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘હું એ જ કહું છું. સુરેન્દ્રે અભ્યાસ ઉપરાંત બીજું ઘણું ઘણું મને શિખવવું જોઈએ.’ જ્યોત્સ્નાએ સુરેન્દ્ર સામે જોઈ કહ્યું.

‘સાચું. અભ્યાસને રસભર્યો, વૈવિધ્યભર્યો ન બનાવાય તો પછી પર શા કામનો ?’ મધુકરે જ્યોત્સ્નાને ટેકો આપ્યો.

‘કેટલીક વાર… વિદ્યાર્થિની માગે એવું… રસશિક્ષણ મારાથી ન પણ