પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરેન્દ્રની ધૂન : ૧૬૩
 


‘શો જવાબ તેં આપ્યો ?’

‘ભૂલી ગયો ? એ જવાબ તને તારા કે મારા લગ્નમાં મળી જશે…’

‘કેમ એમ બોલે છે ? તારા કે મારા એટલે શું ? બન્નેનાં લગ્ન જુદાં થવાનાં છે ?’ લાગ મળતાં સ્પષ્ટતા વધારવા મધુકરે પૂછ્યું.

‘તારી મરજી ઉપર બધો આધાર રહેશે. તું ફરી બેસીશ તો આપણાં લગ્ન જુદાં જુદા પણ થાય.’ જ્યોત્સ્ના બોલી.

‘અશક્ય વાત આગળ ન કરીશ !’ મધુકરે કહ્યું.

મધુકરના વાક્યને જાણે જ્યોત્સ્નાએ સાંભળ્યું ન હોય એમ તેનાથી બોલાઈ ગયું :

‘જો પેલું ટોળું !… સુરેન્દ્ર પાછળ ઊભેલો દેખાય છે, નહિ ?’કહી જ્યોત્સ્નાએ ત્યાં જ કાર ઊભી રાખી.

‘એવાં તો કંઈક ભિખારીઓનાં ટોળાં ભેગાં થયાં કરશે. ક્યાં ક્યાં કારને ઊભી રાખીશ ?’

‘બીજું કામ પણ શું છે ?… અને કોણ જાણે કેમ, ભિખારીઓનાં ટોળાં મને ગમવા માંડ્યાં છે… હું એ ટોળાંનાં ચિત્રો દોરું છું એ ખબર છે ને ?’

‘ચિત્ર દોરવા હોય તો કોઈ સભાનાં, યુવકસંમેલનનાં, ગરબાસમૂહનાં દોરતી રહે. ભિખારીઓનાં ચિત્રો તારે કાઢવાં છે ?… સતત ?’

‘એ વધારે જીવંત હોય છે… રંગબેરંગી હોય છે… યુવકો, સંમેલનો કે ગરબાસમૂહો કરતાં…’

‘ભિખારીઓ જીવંત ? રંગબેરંગી ?… સારું થયું સુરેન્દ્રની અસરમાંથી તે વેળાસર છૂટી !’

‘નહિ તો ?’

‘નહિ તો તને જ ભિખારીઓનાં ટોળાંમાં એ બેસતી કરત.’

‘તે હું ભિખારીઓનાં ટોળામાં બેસવાની જ છું !’

‘કેમ ?’

‘આપણા નાટકમાં એક એવું દૃશ્ય આવ્યું જ છે.’

‘નાટકની વાત જુદી છે… એમાં ફાવે તે થજે ને !… ચાલ, હવે જઇશું ?’

‘ના, સુરેન્દ્રને જતે જતે મળી નથી તે હું મળી આવું.’

‘હું નથી આવતો.’

‘ભલે; તું કારમાં બેસ… અને ખિસ્સામાં ડબ્બો હોય તો સિગારેટ