પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮:સ્નેહસૃષ્ટિ
 


‘સુરેન્દ્રે પોતાનો બધોય પગાર ભજનિકોને આપી દીધો.’

‘એમ ? શું કહે છે તું ?’

‘તેં ન જોયું ?’

‘મૂર્ખાઈને કાંઈ સીમા છે ?’

‘મધુકર ! બે દિવસના ભૂખ્યા કુટુંબને તું જુએ તો તું શું કરે ?’ કારમાં બેસતે બેસતે જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘અલબત્ત, એ કુટુંબને સારી રીતે જમાડું.’ મધુકરે કહ્યું.

‘કેટલા પૈસા ખરચીને ?’

‘મારો આખો પગાર આપી દઈને તો નહિ જ ! એ તો મરનારની સંખ્યા વધારવા સરખું પાપ થાય !’ મધુકરે કહ્યું.

જ્યોત્સ્નાએ કાંઈ જવાબ વાળ્યો નહિ…

કાર આગળ ચાલી.