પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦:સ્નેહસૃષ્ટિ
 


સરકારની પરવાનગી લેવી પડે, માપ કરાવવું પડે, દાણ ભરવું પડે; અને એમાં સમય વિતાવવો પડે !

‘અરે, તમે ખેતી શરૂ જ કરી દો ને, ભગત !’ સુરેન્દ્ર કહ્યું.

‘તું સામ્યવાદી છે ?’ સાધુએ પૂછ્યું.

‘અડધોપડધો… જરા ગાંધીરંગ્યો સામ્યવાદી.’

‘એ નવી વ્યાખ્યા !’ સાધુએ કહ્યું.