પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીરંગ્યો સામ્યવાદ : ૨૦૭
 


‘હું પણ એ જ પૂછું છું. મારું શું કામ છે ? હું ક્યાં આવ્યો છું ? મારે કેમ જીવવું ? ક્યાં જવું ? ક્યાં રહેવું ? હું અહીંનો ભોમિયો બિલકુલ નથી.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘તમે જરાય ચિંતા ન કરશો. વીસમી સદી એકવીસમી સદીને ત્યાં મહેમાન તરીકે આવી છે. ભલે; એને સ્થાન પણ મળશે, એને કામ પણ મળશે, એને પોષણ પણ મળશે અને આનંદ પણ મળશે.’ યુવકે કહ્યું અને સુરેન્દ્ર આશ્ચર્યચકિત બની યુવક સામે જોઈ રહ્યો.