લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮:સ્નેહસૃષ્ટિ
 

માથે પહેરશે… પીઠી ચોળાવશે… કપાળે ટીલડીઓ ચોડાવશે… અને ખાસ્સો ઘૂમટો તાણીને ચૉરીમાં બેસશે ! પુત્રીએ પ્રદર્શિત કરેલી ઈચ્છા યશોદાબહેને પતિ સમક્ષ વ્યક્ત કરી, અને બન્ને જણ પાછાં ખડખડ હસ્યાં.

‘એને આપણો યુગ પાછો લાવવો છે શું ?’ હસી રાવબહાદુરે પૂછ્યું.

‘તોય શું ખોટું ? લાજ-મરજાદ મને તો ગમે… આજની દુનિયા ભલે લાજ-મરજાદને હસે ! ખરું પૂછો તો લાજ-મલાજો આપણું ભૂષણ છે.’ યશોદાબહેને પુત્રીની તેમને કહેલી માન્યતાને ટેકો આપ્યો.