પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬:સ્નેહસૃષ્ટિ
 

કપડાં અને કયાં ઘરેણાં પહેરવાં એ વિષે યશોદાબહેને ચાર દિવસથી દિવસરાત ધાંધલ મચાવી મૂક્યું હતું. ઘરમાં તો સારાં વસ્ત્રો હતાં જ; આંખે ઊડીને વળગે એવાં અલંકારો પણ હતાં જ. છતાં એકની એક મોંઘી દીકરીને માટે એક દુકાન ભરાય એટલાં નવાં કપડાં અને ઘરેણાં ઘડાઈને આવી ચૂક્યાં હતાં. યશોદાબહેને પહેલેથી જ્યોત્સ્નાને પૂછ્યું હતું ?

'જ્યોત્સ્ના ! આ લગ્નમાં તારે જેટલું જોઈએ એટલું લૂગડું-ઘરેણું મંગાવ અને પહેર.’

‘મા! મારે તો નિત્ય લગ્ન હોય એટલાં બધાં લૂગડાં-ઘરેણાં છે, પછી મારે વધારે શું માગવાનું રહ્યું ?’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘તું તો છે જ એવી, છોકરી ! તને તો કશી હોંશ જ નહિ.’ માએ કહ્યું.

‘તો પછી મને જે કાંઈ આપવું હોય, કરાવવું હોય તે બધું હું તમારા ઉપર છોડી દઉ છું.’

‘એમ? કબૂલ છે? પછી તમે નવી ભણેલીઓ સાદાઈનો ઢોંગ જોઈએ. એટલો કરો છો ! એ આ વખતે મારી આગળ નહિ ચાલે.’ માએ હક્ક કર્યો.

‘મા ! આ વખતે કપડાં, ઘરેણાં, શણગાર અને રીતરિવાજને અંગે હું સંપૂર્ણપણે તારે તાબે થઈ જાઉં છું. પછી કાંઈ?’

‘એ તો મને ખૂબ ગમ્યું. તને લૂગડે, ઘરેણે એવી મઢી દઈશ કે જેવી કોઈ માએ પોતાની દીકરીને મઢી નહિ હોય.’

અને માતાએ ખરેખર પુત્રીને ઘરેણાં-લૂગડાંથી મઢી દીધી અને પુત્રીએ પોતાને મઢાવા પણ દીધી. માતા જે જે આભરણ કે આભૂષણ લઈ આવે તે બધાં જ શોખથી જ્યોત્સ્ના પહેરતી, માતાપિતાને દેખાડતી અને સરસમાં સરસ વસ્ત્રાલંકાર પોતાને લાગ્યા હોય તે પહેરીને પોતાની છબી પણ પડાવતી. એટલું જ નહિ, પરંતુ મધુકર છબી માગે તો તે છબી આપતી પણ ખરી. સાત દિવસ આમ તેના વ્યવસાયમાં પસાર થયા. સખીઓ પણ નિત્ય આવતી, કલ્લોલઆનંદ કરતી, કદી કદી લગ્નનાં ગીત શીખવાનો પ્રયત્ન કરી હતી. અને સાંજે છૂટી પડતી. રાવબહાદુરના ઘરમાં આમ પાંચ-સાત દિવસ લગ્નનું જ વાતાવરણ જામી ગયું. માતા અને પિતા બહુ રાજી થઈ વ્યવસ્થા કરવા લાગ્યા અને મધુકરનાં માતાપિતાને ગામમાંથી જ રવાના કરવાની મધુકરે બતાવેલી બહાદુરી ઉપર રાજી થઈ તેને પણ ઘરમાં વધારે વખત રોકવા લાગ્યાં. લગ્નના દિવસની પહેલી રાત્રે તો રાવબહાદુર મધુકર ઉપર એટલા રાજી થઈ ગયા કે તેમણે એક લાખ રૂપિયાનો ચેક પણ લખી રાખ્યો, જે લગ્નપ્રસંગે તેઓ મધુકરને ભેટમાં