લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
સ્વપ્ન
 

સ્વપ્નમાં મધુકર બંદરમાં ગોઠવાયેલી સ્ટીમર ઉપર ચડતો હતો. પરદેશગમનનું સ્વપ્ન અંતે ફળ્યું ખરું. સ્ટીમર આછી આછી ડોલતી હતી. કેટલાક લોકો સ્ટીમરના છજામાં ઊભા રહીને હસતા હતા. તેને જોતા હતા અને તેને બોલાવતા હતા. નીચેથી પણ એ જ પ્રમાણે તેને ઉત્તેજક વિદાય મળતી હતી, રૂમાલ ફરફરતા હતા, અને ગળામાં અને હાથમાં હારકલગી ભરચક ભરાયલા દેખાતા હતા.

પણ અનાચક તેને સમજાયું કે તે એકલો જ સ્ટીમર ઉપર ચડતો ન હતો. તેની પહેલાં શ્રીલતા ક્યારનીય ઉપર પહોંચી ગઈ હતી. અને યશોધરા પણ શ્રીલતાની પાછળથી તેને જોયા કરતી હતી. અરે એટલું જ નહિ, તેની પાછળ સુરેન્દ્ર, પરાશર અને નીતીન સરખા તેના મિત્રો અર્ધમિત્રો પણ ચાલ્યા આવતા હતા. અને તેમના હાથમાં પણ ફૂલહારના ઢગલા ફરકતા હતા તે તે જોઈ શક્યો. પરદેશ એકલા જવાને બદલે આખું ટોળું શા માટે સ્ટીમરમાં જતું હતું ?

અને સ્ટીમર પણ કેવી ! આમ કોઈ કોઈને ઓળખવાનો પ્રયત્ન નહિ છતાં કેટલીક સાફ, સ્વચ્છ અને શૃંગારિત ! બહારથી ખોખા જેવી લાગતી આ સ્ટીમરની અંદર નાના મોટા ઓરડાઓ, આંખે ઊડીને વળગે એવાં પાથરણાં, બિછાનાં, ટેબલ, ખુરશીઓ અને રમતગમતનાં સાધનો પણ હતાં. પુસ્તકવાચન અને પત્રલેખન માટે તો એક વિશાળ ખંડ… અને તેમાં બેસતાં બરોબર તેની પાસે એક રૂપાળી મડમ આવી, હસી. જીવનભર ન જોયેલાં એવાં ચા-બિસ્કિટ તેની પાસે મૂકી ગઈ. જયોત્સ્ના અને સુરેન્દ્ર તો બેઠાં બેઠાં ચા પીતાં જ હતાં !

‘એ બેની દોસ્તી હવે અટકાવવી જોઈએ.’ મધુકરે મનમાં વિચાર્યું અને ચાનો પ્યાલો લઈ હસતો હસતો સુરેન્દ્ર તથા જ્યોત્સ્ના બેઠાં હતાં તે તરફ જવા લાગ્યો. વચમાં શ્રીલતા અને પરાશર પણ ચા પીતાં દેખાયાં હતાં. તેમણે મધુકરને ચામાં સાથ આપવા બોલાવ્યો પણ ખરો, પરંતુ તેમને ન ગણકારતાં તે સુરેન્દ્ર અને જ્યોત્સ્નાની પાસે ખાલી પડેલી ખુરશી લઈ