લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખઃ ૬૫
 

અને જુએ;. પરંતુ બીજી બે આંખો એટલા માટે કે તારી બે આંખને ક્યારે શું જોવું તે શીખવે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

સુરેન્દ્રના હાથમાંથી મોટું પુસ્તક હતું. જ્યોત્સ્નાની વાત સાંભળી એ પુસ્તક સુરેન્દ્રના હાથમાં પડી ગયું.

‘તારે હાથે પણ ચાર જોઈએ એમ લાગે છે !’ હસીને જ્યોત્સ્નાએ કહ્યું. જ્યોત્સ્ના - ભાગ્યે જ હસતી જ્યોત્સ્ના - હમણાંની હસતી થઈ હતી.