પૃષ્ઠ:Snehashristi.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખોઃ ૭૧
 

બાઈનો આખો ટોપલો પડી વેરાઈ ગયો… તારી કારમાં કચરાવવાના ભયથી… કાં તો સહુને કાર મળે કે કાં સહુ પગે ચાલે, એ બે જ ભૂમિકામાં નિશ્વાસ કે શાપ ન હોય.’ સુરેન્દ્રે લાંબું વ્યાખ્યાન કર્યું જેનો કેટલોક ભાગ કાર ચલાવવામાં મશગૂલ બનેલી જ્યોત્સ્નાએ ધ્યાનથી સાંભળ્યો નહિ

થોડી વાર વગર બોલ્યે બન્ને જણ આગળ વધ્યાં. સુરેન્દ્રે એક આડો રસ્તો બતાવી કાર ત્યાં લેવરાવી. કાર એક ડૉક્ટરના દવાખાના આગળ ઊભી રાખી.