પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“મેં તમારા પગ આંસુએ પખાળ્યા તોય?”

“તેથી જ.”

“કાં?”

“મારે આંસુ પાડનાર નો’તો જોતો. હું ભાગેડુ બની મારાં રૂપ છુપાવવા માટે ઠેકઠેકાણે મજૂરી કરતી રહી. મેં વીરને ગોત્યો.”

“તો પણ મેં તમને ગોતી લીધાં.”

“છોડી દે એ વાતને. સાત વરસ થઈ ગયાં. મારો આ ભવ પૂરો થયો.”

“નવો ભવ માંડીએ”

“તારી જીભ કપાય! નવું ઘર માંડીશ કોઈક શેઠથી સવાયા મરદની સાથે જે મારીએ જાણે ને મરીયે જાણે. તમારી ત્રણેની તો હું બેન છું.”

જેમ એં ઓરત વિકરાળ બનતી ગઈ, તેમાં જુવાન વાશિયાંગ એના જૂના રૂપને ભાળવા લાગ્યો. પડી ગયેલા ખંડેર વચ્ચે જાણે કોઈક પોલાણ રહી ગયું હતું; ને એ પોલાણમાં જાણે એક તેલની કૂંપી એવી ને એવી અનામત બેઠી હતી.

“મારું તો સત્યાનાશ વળ્યું છે.”

“શી રીતે? તારે ઘર સંસારા છે ને?”

“પણ એ તો બળજબરીથી સૌ એ મંડાવેલો સંસાર.”

“ બળજબરીથી?” ઓરતે જાણે કે તિરસ્કારવૃત્તિથી ઘૂમટો મોં પરા તાણી લીધો. “બાયલો તો છો, પણ ઉપર જાતાં ઠગ પણ છો! પરણેલી સ્ત્રી સાથે આ સંસાર સેવ્યો તે શું બધી લબાડી જ કરી!”

“હું ક્યાંથી આંહી આવ્યો?”

“પાછા જવું છે?”

“હા જ તો; બીજું શું થાય?”

“વાર છે વાર.”

“કાં?” વાશિયાંગને કૌતુક થયું.

“એક વાર આંહી આવેલને માટે પાછા જવાનો રસ્તો નથી.”

“કારણ?”

૧૩૨
સોરઠ તારાં વહેતાં પાણી