પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ અમારે તમારું વૈદું નથી કરવું. છોકરો મારી સાસુને દઈ દીયોને ઝટ! લાવો, હું તમારા બે ફેરા ફગાવી દઉં." વહુ એ રકઝક કરવા માંડી.

ડોશી છોકરાને લેવા ગઇ, એટલે પોલીસ પાછો ખસી ગયો ને બોલ્યો: "છોકરો તારો નહિ મરી જાય. છાનીમાની ઉપાડવા માડ સામાન."

છોકરાએ આ વખતે સમજી લીધું કે પોતે કોઇ પરાયા પુરુષના હાથમાં છે. કોઇ પણ પરાયા માણસને પોતાના પર હક હોઇ શકે નહિ. એ હોય છે પ્રત્યેક બાળકની ઇશ્વરદત્ત ખુમારી. એ પછાડા મારવા લાગ્યો.

સિપાઇની એ ડોશીની રકઝક ચાલુ થઇ. તે અરસામાં તો ત્યાં ત્રણ-ચાર અમલદારો ઉપરાછાપરી આવી ગયા, ને સિપાઇને ઠપકો દઇ ગયા.

હવાલદારે કહ્યું: "હવે કેટલી વાર છે? ગફલત કરશો ત્યાં સાહેબ આવી પહોંચશે."

જમાદાર આવ્યા ત્યારે બૂટના ચમચમાટ બોલ્યા; ઝીની સોટી એમની જમણી જાંઘની બ્રિચીઝ પર 'પટ-પટ' થઇ. એણે પોતાની ટોપીનો કાળો પટો બરાબર દાઢીની ધાર પર ફેરવતે ફેરવતે કહ્યું :"નોકરો કરો છો મિસ્તર? આંહીં છોકરાંની નિશાળ ભણાવવા આવ્યા નથી. ઝટ સામાન ઉપડાવી જાઓ."

દરમિયાન ફોજદારની પણ ઘોડાગાડી આવી પહોંચી. છોકરો તે વખતે પોલીસની બગલમાં ચેપાઇને લબડતો હતો, તેને તેણે જમીન પર પડતો મૂક્યો. ડોશીના માથા પર એણે એક કાળી મિલિટરી ટ્રંક મુકી. ડોશીથી એ બોજો ન ઉપડ્યો. એક બાજુ ટ્રંક પડ્યો : બીજી બાજુ ડોશી પટકાઇ ગઇ.

ફોજદારે આવીને હવાલદાર જમાદાર બેઉને કહ્યું: "આંહીં શું હજામત કરો છો તમે? કોઇ મજબૂત વેઠિયા નથી મળતા, તે આવા મુડદાલોને લઇ આવો છો? વખત કયો છે તે તો સમજો! નહિ તો રાજીનામું આપો. હમણાં કાકો આવીને ઊભો રહેશે."

થોડાં કદમો આગળ જઇને ફોજદાર પાછા ફર્યા; તેમણે કહ્યું: "આ પ્રદર્શનને દૂર તો કરો હવે. નાહક લોકો કાં ભેળાં કરો?"

એ પ્રદર્શન ડોશીના વેરાઇ ગયેલા શરીરનું હતું. નાનું છોકરું ડોશીની છાતીએ ઢળી ચીસો પાડતું હતું.

રાતની મોડી ગાડીમાં આવેલો એક મુસાફર મોં ધોઇને ચાલ્યો આવતો

૨૦૯
સોરઠ તારાં વહેતાં પાણી