પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સોરઠી બહારવટીયા
 

એકે તેં ઉથાપીયા ટીંબા જામ તણા
(તેનીયું) સુણીયું સીસોદરા! નવખંડ વાતું નાથીઆ !

[હે સીસોદીયા રજપૂતના વંશમાંથી ઉતરેલા નાથા મેર ! પ્રથમ તો તેં જામ રાજાનાં કૈંક ગામડાં ઉજ્જડ કર્યાં, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઇ છે.]

બીજે નાનાં બાળ રોતાં પણ છાનાં રહે
પંચમુખ જે પ્રોંચાળ નાખછ ગડકું નાથીઆ !

[તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવઝ સરીખો, એવી તો ગર્જના કરે છે, કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળી ચુપ થઇ જાય છે.]

ત્રીજે જાડેજા તણું મોહ છોડાવ્યું માણ,
ખંડ રમીયો ખુમાણ તું નવતેરી નાથીઆ !

[ત્રીજી વાત: તેં જાડેજા વંશના જામ રાજાનું માન મૂકાવ્યું છે. ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઈને રમતો હતો તેમ તું પણ, એક સામટાં શત્રુ દલને રમાડતો યુદ્ધની રમત રમ્યો છે.]

ચારે દાઢે ચાવ બારાડી લીધી બધી,
હવ લેવા હાલાર નાખછ ધાડાં નાથીઆ !

[ચોથું: તેં તો જામનો બારાડી નામનો આખો પ્રદેશ દાઢમાં લઇને ચાવી નાખ્યો. અને હવે તે તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઇ જાય છે.]

પાંચે તું પડતાલ કછીયુંને કીધાં કડે,
મોઢા ડુંગર મુવાડ નત ગોકીરા નાથીઆ !


[પાંચમુ : તેં તો કચ્છી લોકોને પણ સપાટામાં લઇ લઇ કબજે કર્યા છે અને હે મોઢવાડીયા ! ડુંગરના ગાળામાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.]

છઠ્ઠે બોલે ઓટ (કોઈ) નાથાની ઝાલે નહિ
ક૨મી ભેળ્યો કોટ, તરત જ દેવળીયા તણો.