પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૯૩
 

[નાથા બહારવટીયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળીયાનો કોટ તો તેં હે ભાગ્યવંત ! ઘડીવારમાં તોડી નાખ્યો.]

સાતે તું ડણકછ સુવ્રણ, મોઢા ! ડુંગર માય,
(ત્યાં તો) થરથર જાંગું થાય, ૨જપૂતાંને રાત દિ !

[હે મોઢવાડીયા ! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઇ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગ થર થર કાંપે છે. ]

આઠે આળું જે કરે વેંડા મૂકે વાણ,
તળ નગરે ગરજાણ નાખે મૂતર નાથીઆ !

નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,
વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ !

[અમરેલીનો સૂબો હંસરાજ, મોટા મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેને હે નાથા, તેં વશ કર્યો, તારી મૂછો ને રંગ છે.]

દસમે એક દહીવાણ, દોરંગો આછાણી દલી
(તેમ) ખંડ બરડે ખુમાણ ન૨ તું બીજો નાથીઆ !

[જેમ દિલ્હી પર આક્રમણ કરનારા વીર દુરગાદાસજી રાજપૂતાનામાં પાક્યા હતા. તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]

અગીઆરે મેર અભંગ, લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત (જો) વંશમાં વાશીયાંગરાઉત

[અને હે નાથા ! જો તારો જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ 'લોક' જેવી, એટલે કે ખેડૂત જેવી અથવા શુદ્ર જેવી લેખાત હે વાશીયાંગના પુત્ર !]

{{મધ્ય ખંડ|“બારોટ, ઈ દુહો જરા ફરીવાર બોલજો તાં !” રાણા ખુંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલા બારોટને થંભાવી દીધો.

“હા, લ્યો બાપ !”

અગીઆરે મેર અભંગ, લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત (જો) વંશમાં વાશીયાંગરાઉત