પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૧૦૧
 

નાથીયા જેવા બરડા ડુંગરના કાકીડાની શી ધાસ્તી ? ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી, શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છં કે આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારાં શરીરનાં શાક રાંધેને જમી જાશે.”

ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના જ ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિકમાજીત (ભેાજરાજ)ને ટીલાવ્યા, અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા, તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઉડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે.

રાણાનો સાચો 'મામો' બનીને બહારવટીયો પાછો પોલે પાણે ચાલ્યો ગયો,


*એવો પણ મત છે કે આ કૃત્ય નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડેલા એના ભાણેજ હરભમે કરેલું.

ગત ! આજ તો તેં કાળો કામો કર્યો. મલક આખામાંથી ઘોડાં શું મરી ગયાં હતાં કે તેં શીંગડાની દેવતાઇ જગ્યામાંથી મહંતની બે શીંગાળીયું કાઢી ?”

"હવે રાખ્ય રાખ્ય મેરાણી ! બારવટાં શું ઘોડાં વગર થાતાં હશે ? અને ત્યાં જગ્યામાં કાં ઘોડાંની ખેાટ્ય છે ? પડ્યાં પડ્યાં ખાતાં'તાં તે કરતાં હું કાં વાપરાં નીં ?”

“અરે પુરષ ! તે દિ' જામની ફોજ વાંસે થઈ'તી ને તું ભાગીને હરજી ભુટાણી મારા'જના પગું માં પડી ગયો'તો તે વેળાનાં વેણ સંભા૨, સંભાર એણે તને વચને બાંધ્યો'તો