પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સોરઠી બહારવટીયા
 

કે જોજે હો, શીંગડા માથે ગઝબ કરતો નીં અને બીજું કહ્યું'તું કે મોઢવાડા માથે હાથ કરતો નીં ! પણ તેં તો આપણી જનમભોમની પણ એબ ઉઘાડી કરી ! લુવાણાના છોકરાને બાન પકડીને ચાર હજાર કોરીયું પડાવી ! ભગત, બારવટું આથમવાનું ટાણું થે ગું લાગે છ.”

“વાંધો નહિ, ઇવાં તી વેણ કાંઈ પળાતાં હશે ? ધરમની ને દેવસ્થાનાની વાતુ કરવા બેસીએ તો માળા લઈને બેસી જાવું પડે. જોતી નથી, આજ હું જામની સામે ઝુઝી રહ્યો છે ?”

“અધરમને માર્ગે કોઈનાં બારવટાં ઉગ્યાં નથી. ને તેં મેાટી ખોટ્ય ખાધી છે. હજે કાં છ કે શીંગડે જઈને જગ્યામાં શીંગાળીયું પાછી મે લે આવ, ને આપણા ગામમાં ઈ લુવાણાની ચાર હજાર કોરીયું પાછી ચુકવે દે. નીકર મારી નજરૂં માં આજ પોલો પાણો ડોલતો દેખાય છે હો ભગત !”

“મેરાણી ! તું ગાંડુડી થે ગી લાગે છ !”

મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલો નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરીને સ્ત્રીના અબોલા દેખી અધરાતે બહાર નીકલી ગયો. અને કાળભર્યો પોલે પાણે ચડ્યો. તે વખતે જ આભમાંથી એક તારો ખર્યો. મોટી કોઈ જ્યોત જાણે ઓલવાઈ ગઈ. એનું મોત ઢૂકડું આવ્યું હતું. પોતાની બાયડીએ ઉપર વર્ણવેલ બે વિશ્વાસઘાતો કરવાથી એના 'ભગત' નામને લાંછન લાગ્યું હતું. બહારવટે બહુ ફાવ્યો તેથી એની બુદ્ધિ બગડી ચૂકી હતી, બેફિકર બનીને એણે ઉંધ કરી. સવાર પડ્યું, હજુ તો નાથાના હાથમાં દાતણ છે, ત્યાં માર્ગે મેરોનું એક જૂથ આવતું દેખાયું. આવીને એણે નાથાને કહ્યું “ભાભા ! ભોમ ભેળી થઈ છે. તે તમને બોલાવે છે.”

"ક્યાં ભાઈ !”

“રીણાવાડાને પાદર.”

“બહુ સારૂં હાલો.”