પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સોરઠી બહારવટીયા
 

તો સાંભળ્યા, પણ આ સાંતીનો અવાજ થાય છે તેમાં દૃશ્યનું ધ્યાન નથી રહ્યું.”

તેજ વખતે ખંભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે. વારે પૂછ્યું કે “એલા ગોકળી, બંદૂકના અવાજ કઈ દૃશ્યે થયા ?”

“બાપુ આ દશ્યે” એમ કહીને ગોવાળે આંગળી ચીંધી. વારને તો એટલું જ જોતું હતું. તૂર્ત બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ કરી કે,

“ચાલ્ય સાળા સાથે. મોઢા આગળ થઈ જા. દૃશ્ય બતાવ.”

ગોવાળે ફીણાળાં દૂધની-તાંબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડુ બાપ દીકરાને કહ્યું “લ્યો ભાઈ આ દૂધ શીરાવજો. તમારા તકદીરનું છે !”

બહારવટીયા તો પ્રભાતને પહોરે કંઈ ધાસ્તી વગર ખાડામાં બેઠા છે, ત્યાં તો માળીયાની વાર અચાનક કાંઠે જઈને ઉભી રહી. બંદૂકદાર પોલિસનો ગટાટોપ બંધાઈ ગયેલો ભાળતાં જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી ગીસ્તના સરદારની છાતી સામે જ નાળ્ય નેાંધી. નેાંધતાંની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઉઠ્યો “એ વાલા ! તેરેકુ બડા પીરકા સેાગંદ !”

“ખબરદાર ભાઈઓ ! હવે ઘા ન થાય.” એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી. વારવાળાને સંદેશો દીધો કે

“ભાઈઓ, માળીયામાં અમારા દુશ્મન હોય એને તરવાર બાંધીને આવવાનું કહેજો. અને હેતુ મિત્રુ હોય તેને કહેજો કે અમને દફનાવવા આવે. અમારે આજ આંહી જ મરવું છે.”

વાલાની માફી પામીને વાર પાછી આવી. થાણદારને વાત જાહેર થઈ. થાણદાર જાતનો ભાટી હતો. ભેટમાં છુરી બાંધતો. મીયાણા જેવાં હથીઆર રાખતો, મીયાણાનો પોશાક પહેરતો, અને પોતાના અડદલી સિપાઈ મેઘા કદીયાને રોજ મૂછોના