પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૧૭
 


“બેલી, કોઈ છુરી લાવજો તો.”

છુરી લઈને વાલાએ પોતાને જ હાથે, પોતાની ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના માંસમાંથી ભાંગેલાં હાડકાની કરચો કરચ બહાર કાઢી નાખી. માણસો જોઈ રહ્યાં કે માંસની અંદ૨ પડેલા છિદ્રમાં અરધી છુરી ચાલી જાય છે, છતાં વાલો નથી ચુંકારો કરતો, કે નથી એ પોતાનો હાથ પાછા ચેારતો.

એક મહિના સુધી વાલો પડદે રહ્યો.

વૈશાખ મહિનાને એક દિવસે બાર હથીઆરબંધ સિપાઇની ચોકી સાથે ત્રણ ચાર ગાડાં ચાલ્યાં જાતાં હતાં. અને ગાડાંની અંદર દફતરો ભર્યા હતાં. સાથે એક સીરેસ્તદાર બેઠો હતો. જામનગરને ગામડે ગામડેથી રસ્તામાં સિપાઈની ટુકડી ગોવાળોના ઘેટાં, કણબીઓનાં દૂધ અને લૂવાણાઓની દુકાનનાં લોટ, દાળ, ધી બંદૂકના કંદા મારી મારીને ઉધરાવતી જતી હતી. ત્યાં તો જામનગરની જ સરહદમાં બહારવટીયાનો ભેટો થયો. વાલાએ પડકારો કર્યો કે,

“ખબરદાર, ગાડાં થોભાવો.”

સિપાઈઓ બંદુક ઉપાડવા જાય ત્યાં તો બહારવટીયાની નાળ્યો એકએક સિપાઇની છાતીને અડી ચૂકી. સિપાઈઓ હેબત ખાઈ ગયા. વાલે હાકલ કરી,

“જો જરીકે હલ્યા ચલ્યા છો ને, તો હમણાં બાઈડી- છોકરાંને રઝળાવી દઈશ. બોલો ગાડાંમાં શું ભર્યું છે ?”

“સાહેબનું દફતર.”

“ક્યો સાહેબ ?”

“નગરના પોલિસ ઉપરી ઓકોનર સાહેબ.”

“એાહ ! ઓકોનર સાહેબ ? અમને ભેટવા સારૂ ભાયડો થઈને પડકારા કરે છે એ જ ઓકોનર કે ? અમારી બાતમી