પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભીમો જત

ગોંડળ તાબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેરે બે દીકરીઓ ને એક દીકરો છે.

એક દિવસ આ ખેડુ ઉપર ભા કુંભાજીની અાંખ બદલી.

“ભીમા મલેક !” મેરવદરના ફોજદારે ધીરે ધીરે ડારા દેવા શરૂ કર્યા, “ભા કુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે, ”

“ શું કહેવરાવ્યું છે સાહેબ ?” ભીમા જતે સલામ. કરીને પૂછ્યું.