પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૧૯
 


“અને બીજી કોરથી આ નવી મા સોઢી: આપણને જીવાઈ ન દીયે, ને આપણને ભૂખે મરવું !”

કાળભર્યો મામદ જામ પોતાને ઘેર ગયો. પા શેર અફીણ ઘુંટ્યું. તાંસળી ભરીને પોતાની એારત સામે ધરી દીધું.

“અરે મીયાડા ! ” બાઈ મ્હોં મલકાવતી બોલી, “ઠેકડી કાં કર ?”

“ઓરત ! આ જનમે તો હવે તું સાહેબની મહોબ્બતનું સુખ ભોગવી રહી. ખુદા પાસે જઈને મઢમનો અવતાર માગજે. લે ઝટ કર.”

“અરે ખાવંદ ! તું આ શું બોલે છે ? ચંદણને માથે કુવાડો ન્હોય.” એટલું બોલી સ્ત્રી સોળ કળાની હતી તે એક કળાની થઈ ગઈ.

“લે વગદ્યાં મ કર. પી જા.”

“ઠીક ત્યારે અલ્લાબેલી ! ”

એટલું બોલીને જુવાન બાઈ અફીણની તાંસળી ગટગટાવી ગઈ, ઉપર એક શેર મીઠું તેલ પીધું. સોડ્ય તાણીને સુઈ ગઈ.

મામદ જામ ઉઠીને બહાર ગયો. અલાણો બેઠો હતો તેની સાથે વાતો કરવા લાગ્યો.

“શું કરવું અલાણા ? બેય કાળી નાગણીયું, પણ બેય ઓરતો. એને માથે ઘા હોય ? ”

“મામદ જામ ! હણનારને તો હણીએ જ. આ નીકળી સોઢી મા. દેને એના ડેબામાં.”

મામદ જામે નવી મા સોઢીને નીકળતી ભાળી. પણ એનો હાથ થથર્યો, એટલે તૂર્ત જ મામદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને અલાણાએ જામગ્રી દાગી. ગોળી છૂટી. સોઢી મીયાણી ચાલી જાતી હતી તેની છાતીની આરપાર નીકળી ગઈ,