પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૩૧
 

બાઈઓ લપાયેલી દીઠી. તૂર્ત પાછું ઓરડે તાળું લગાવી મામદ જામ પાછો ફર્યો.

બીજો એારડો ઉધાડ્યો. અંદર પટારા દીઠા. ઘંટીનાં પડ મારી મારીને બહારવટીયા પટારા તોડવા લાગ્યા.

પડકારા કરતો કરતો મામદ જામ ફળીમાં ઘુમી રહ્યો છે, ત્યાં તો, સાંઢીયાના કાઠાની ઓથે કરણપરી નામનો એક બાવો છૂપાઈ બેઠેલો, તેને રૂંવાડે રૂંવાડે શૂરાતન વ્યાપી ગયું. પેાતાની પાસે જ, કાઠી રજપૂતો જેના ઉપર થાળી રાખીને જમે છે તે “પડધી” નામની પીતળની નાની બેઠક પડેલી–તે કરણપરીએ ઉપાડી.

"જે ગરનારી !” કહીને બાવાએ પીતળની પડધીનો કારમો ઘા કર્યો. એ ઘા બરાબર મામદ જામના માથામાં પડ્યો.

ફડાક ! દેતો અવાજ થયો. મામદ જામના માથાની ખોપરી ફાટી ગઈ. જમણી આંખનું રતન પણ પડધીએ ફોડી નાખ્યું.

“અરે તારી જાતનો–” કહી મામદ જામ પાછો ફર્યો. બાવાના શરીર ઉપર બંદૂક ચલાવી. એાગણીસ ઓગણીસ છરા બાવાના શરીરને વીંધી, ન્હાઈ ધોઈ, ધ્રોપટ નીકળી ગયા, તો ય બાવાએ દોડી મામદ જામની જ તરવાર ખેંચી લઈ મામદ જામના જમણા ખંભા ઉપર “જે ગરનારી !” કહીને ઝીંકી. પણ ઝીંકતા તો તરવાર ઠેઠ સાજ સુધી ઉતરી ગઈ. શત્રુને મારીને પછી બાવો પડ્યો. મરતી વેળા ભારી રૂડો લાગ્યો.

લોટની ત્રાંબડી ફેરવનાર આ માગણ જાતના માનવીને એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિમ્મત આપ્યાં ! આગળ કદિ એણે તરવાર બાંધી ન્હોતી. ધીંગાણુ, તો કદિ દીઠું નહોતું. નક્કી શુરવીરને છાબડે હરિ આવે છે !

મામદ જામના પડખામાંથી આંતરડાંનો ઢગલો બહાર નીકળી પડ્યો. પાછાં આંતરડાં પેટમાં ઘાલીને મામદ જામે જખમ ઉપર પોતાના ફેંટાની કસકસતી ભેટ બાંધી લીધી, અને