પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૩૯
 


“શાબાશ જુમા ! શાબાશ જુમા ! તુમ હમકુ માર દીયા ! તુમ હમકુ માર દીયા“ એવી શાબાસી દેતો દેતો સુટર સાહેબ ! જુમાને થાબડવા લાગ્યો, ત્યારે જુમાએ તો છેલ્લે ડચકારે પણ ડોકું ધુણાવ્યું : સમશ્યા કરીને સાહેબને સમજાવ્યો કે “તને હું નથી મારી શક્યો, ભૂલથી મેં પઠાણને માર્યો, મારી મનની મનમાં રહી ગઈ, મને સાબાશી મ દે.”

જૂમાના નાશ વિષે બીજી વાત એમ ચાલે છે કેઃ

“એની ભુખે મરતી ટોળી મેથાણના વોંકળામાં બેઠી છે. તે વખતે એક જાન ત્યાંથી નીકળી. ભેળો જે વાળાવીએા હતો, તેનું નામ સૂજોજી જત. એ ધરમઠ ગામનો રહીશ હતો અને જૂમાને રોટલા પહોંચાડતો. એણે કહ્યું કે “જૂમા ! મારી મરજાદ રાખ. જાનને મ લુંટ !” પણ જૂમાએ ન માન્યુ. સૂજાજીએ ગુપચુપ એક જાસૂસને આસપાસ ખબર દેવા દોટાવ્યો ને આંહી જાનનાં ઘરાણાંનો ઢગલો કરી બહારવટીયા પાસે મૂક્યો. પોતે લુંટારાની અને જાનની વચ્ચે સમજાવટ કરાવવા લાગ્યો. ત્યાં તો સૂજોજી પેાતાને મારવાની પેરવી કરે છે એવો શક પડતાં જૂમાએ એને ઠાર કર્યો.

આ સમાચાર સુજાજીની ઓરતને પહોંચ્યા. બહાદૂર સ્ત્રી ગાડું જોડાવી, અંદર પાણીનું માટલું મૂકાવી પોતાના ધણીનું શબ લેવા લૂંટારાઓની પાસે આવી. માર્યા પછી પસ્તાતો જૂમો સૂજાજીના શરીર પાસે બેઠો છે, બાઈએ આવીને ફિટકાર દીધો. અને કહ્યું કે “હવે જો સાચી મીયાણીના પેટના હો તો આનું વેર વાળનારો કોઇ પહોંચે ત્યાં સુધી ખસશો મા !"

“અરે માડી !” જૂમાએ જવાબ દીધો, “અમારો કાળ આવી રહ્યો છે. નીકર અમને આવું ન સૂઝે. હવે તો ક્યાં યે નાસ્યા વગર અમારે આંહી જ મરવું છે. પણ બેન, અમે તરસ્યા છીએ. પાણી પાઈશ ?”

એારત પોતાના ધણીના મારનારાઓને માટલામાંથી ઠંડું પાણી પીવાડ્યું.

દરમ્યાન તો સેડલા નામના ગામે થોભણજી નામના ૧૮-૨૦ વર્ષના જૂવાન જતને પાતાના કાકા સૂજાજીના મોતની ખબર પડી. એક તલવાર લઈને એ નીકળ્યો. કાકાની ડેલીએ જઈ, ફાતીયો પડી, એ એકલો મેથાણને વોંકળે આવ્યો. આવીને જુવે તો ધ્રાંગધ્રાના પોલિસ ઉપરી