પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી

નામોરીનો નર છે વંકો

રે વાલા ! તારો દેશમાં ડંકો

ભુજવાળાનું ગામ તેં ભાંગ્યું ને ફોજું ચડીયું હજાર
ઉંટ ઘોડાં તો આડાં રે દીધાં ધીંગાણું કીધું ધરાર
—નામેારીનો૦

વાગડ દેશથી ઉતર્યો વાલો આવ્યો હરિપર ગામ
ડુંગર મોવરને જીવતો ઝાલ્યો હૈયામાં રહી ગઈ હામ
—નામેારીનો૦

જસાપરમાં તો જાંગીના દીધા આવ્યા મૂળીપર ગામ
ઓચીંતાના આવી ભરાણા મરાણો મામદ જામ
—નામેારીનો૦

ખરે બપોરે પરિયાણ કીધાં ને ભાંગ્યું લાખણપર ગામ
વાંકાનેરની વારૂં ચડિયું નોતો ભેળો મામદ જામ
—નામેારીનો૦

માળીએ તારૂં બેસણું વાલા કારજડું તારૂં ગામ
ટોપીવાળાને તેં જ ઉડાવ્યો કોઠાવાળાના કલામ
—નામેારીનો૦

મુંબઈ સરકારે તાર કીધા ને ફોજું ચડીયું હજાર
નાળ્યું બં'ધૂકું ધ્રૂશકે છૂટે તોય હાલ્યો તું ધરાર
—નામેારીનો૦

વાલો મોવર જોટો છાતીએ લેવા સાતસો ક્રમ પર જાય
રંગ છે તારાં માતપિતાને અમર નામ કહેવાય
—નામેારીનો૦

નથી લીધો તારો હીંગલો વાલા નથી લીધું તારૂં દામ
ભાવલે કોળીએ રાસડો ગાયો રાખ્યું નવેખંડ નામ
—નામેારીનો૦