પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
૧૭
 

હાંકયાં. રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી.

“કોણ છે ?” અંદરથી અવાજ આવ્યા.

“ખેાલો. ગોંડળથી અસવારો આવ્યા છીએ.”

“શું કામ છે ?”

ભીમા જતનું નામ પડતાં જ ઝોકાં ખાતા દરવાનના શરીરે પરસેવો આવી ગયો. દરવાજા ઉઘડ્યા. એટલે ત્રણ બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઉતરી, પોતાના બે ય અસવારોના હાથમાં ઘોડી સોંપી, બહારવટીયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો, ભાળતાં જ તેઓનાં કલેજા ફફડી ઉઠ્યાં. બ્રાહ્મણ દોડતો આવ્યો, અને હરખથી પુકારી ઉઠ્યો,

“કોણ, બાપુ ? ”....

“ હા મહારાજ, ડીકરીને કન્યાદાન દેવા.” એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી. બ્રાહ્મણને ચુપ રાખ્યો.

સવરીયા ગામમાં સંધીઓ કારજને પ્રસંગે ભેળા થયા છે. ગામે ગામના સંધીઓ લમણે હાથ રાખીને એક બીજાની કરમાયલી સુરત સામે જોઈ રહ્યા છે. દાયરામાં હૈયે હૈયું દળાય છે. એમાં સહુનું ધ્યાન એક બાઈ ઉપર ગયું. એક જુવાન સંધીઆણી પોતાનું ઓઢણું ખભે નાખીને ઉઘાડા અંગે ચાલી આવે છે.

“આ કોણ છે પાગલી ?” કોઈએ પૂછ્યું.

“આ અલ્લા ! આ તો હાસમની એારત.”