પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવો વાળો
૨૭
 


“અરે આપા બાવા !” સાથીઓ કહે છે, “આ સમદરનાં મોજા જેવી વાર વહી આવે છે, અને અટાણે માળા કરવાનું ટાણું નથી. માટે ગરમાં જઈને કાલ સવારે બેય દિવસના જાપ હારે કરજો.”

"એ ના ના બા, પૂજા કાંઈ છંડાય ? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણા જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉ છું. બાકી માળા તો મારાથી નહિ મેલાય.”

કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઉતરી ગઇ. અને બાવાવાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું.

ચલાળા ગામમાં તે વખતે દાન ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી. દાના મહારાજને તો ત્રણ ભુવનની સુઝે છે : દલ્લીમાં ઘોડાં દોડતાં હોય એ દાનો પીર નજરોનજર ભાળે છે : એની આંતરડી દુવાય તો માણસનું ધનોત પનોત નીકળી જાય : અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાંદડું ઉડી જાય : એવી વાતો કાઠીઆવાડમાં પ્રસિદ્ધ હતી. દાના મહારાજની કરણી પણ ભારી ઉંચી કહેવાતી. ગરનાં એક ગામડામાં ભરવાડની છોકરીનું માથું કીડે ખદબદતું હતું - વેદનાનો પાર નહોતો - તેમાંથી પાસ પરૂને તથા કીડાને દાના ભગતે ત્રણ વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીને રોગ મટાડ્યો હતો !

એવા અવતારી પુરૂષને ખેાળે જઈને બાવાવાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન ચોડ્યું કે “બાપુ ! જો જગ્યામાં દીવેલની તૂટ પડતી હોય તો હું માગો એટલું મોકલતો જાઉં.”

“કાં બા૫, અવળાં વેણ શીદ કાઢછ ?”

“ત્યારે શું કરૂં ? મેંથી આ દોડાદોડમાં રોજ બે ટાણાં દીવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાંસે