પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સોરઠી બ્હારવટીયા
 

રાજરજવાડાની ગીસ્તું ગોતતી ફરે છે. એટલે હવે મારો દીવો આંહી જ કરતા જાઓ.”

“બાવા વાળા ! એટલાસારૂ જગ્યાને આળ કાં દે બાપ ? જા, કોડીયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દીવેલ પણ સરજ પૂરશે, અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતા આળસવું નહિ. જયાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે તોય નહિ ભાળે.”

“અને બાપુ, મારૂં મોત ?”

“જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે. બાકી તો દેવળવાળો જાણે બાપ ! હું કાંઈ ભગતનો દીકરો થોડો છું ? પણ સતને માર્ગે રેજે !"

"કાંઇ વાવડ ?”

“હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.”

“કેટલાં માણસ ?”

“દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.”

ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાંટ હતું, [૧]તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવાવાળો તુળશીશ્યામની પડખેના શંકરના પોઠીઆના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાતે રહ્યાની બાતમી


  1. *આ વાતમાં બીજી સમજ એમ છે કે ગ્રાંટ સાહેબ બાવાવાળા સાથે લડવા તો નહોતો જ ગયો. લડનારી ફોજ જેતપુરની હતી. અને નિર્દોષ ગ્રાંટ તો ઓચીંતો વેલણ બંદરથી અમરેલી તરફ જતાં પકડાઇ ગયેા હતેા.